Hymn No. 4348 | Date: 22-Nov-1992
|
|
Text Size |
 |
 |
મજા આવી જાય, મજા આવી જાય, માવડી જીવનમાં જો, તારા દર્શન મળી જાય
Maja Aavi Jay, Majha Aavi Jay,Mavadi Jeevanama Jo, Tara Darshan Mali Jay
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
મજા આવી જાય, મજા આવી જાય, માવડી જીવનમાં જો, તારા દર્શન મળી જાય જોતી રહી વાટડી, જીવનભર તો આંખડી, હવે જીવનમાં, તારા દર્શન જો મળી જાય ઊંડું લઈ લઈ કલ્પનાની પાંખડી, કલ્પનામાં મૂર્તિ તારી જો સજીવન થાતી જાય કરવી છે તારી સાથે મારે હૈયાંની વાતડી, રે માવડી, શાંતિથી જો તું પાસે આવી જાય હૈયાંમાં મારા રે માવડી, તારી સાચી પ્રીતડી, જીવનમાં તો જો જાગી જાય માંડી નથી કોઈએ જગમાં તો પળની હાટડી, તારી યાદની પળ મને જો મળી જાય મળી જાય જીવનમાં, જીવવાની સાચી રે રીતડી, રે માવડી, જીવનમાં જો એ મળી જાય તારા વિરહના આંસુના મોતીડામાં રે માવડી, દર્શન તારા ને તારા જ થાતા જાય યાદોને યાદ તારી રે માવડી, લાગે સદા મીઠડી, યાદો હૈયાંમાં સદા જો એ જળવાય જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|