Hymn No. 4359 | Date: 26-Nov-1992
|
|
Text Size |
 |
 |
કર્યું છે શું તેં નક્કી તે જગમાં, શું જોવું, કે શું ના જોવું જોતો આવ્યો છે તું તો જગમાં, જે જે તને તો દેખાયું કર્યું રે શું તેં નક્કી જગમાં તો, શું કરવું, શું ના કરવું શાને આવ્યો છે તું તો જગમાં, તેં ઘણું કર્યુંવગર વિચાર્યું કરી કોશિશો જગમાં ઘણી તો સમજવા, કેટલું તને તો સમજાયું જાણ્યું હતું જગમાં તો બધું, જગમાં તેં તો કેટલું જાણ્યું થાવું ના હતું દુઃખી તારે તો જગમાં, દુઃખી તોયે થાવું પડયું સુખની કોશિશો તો રહી જાય કેટલી, સફળ સુખ કેટલું તને મળ્યું ઇચ્છા વિના મળ્યો તું કેટલાને, કેટલાને તારે મળવું પડયું સમજીલે એમાં તું, હાથ પ્રભુનો પડશે આ તો સમજવું રહેવું છે જગમાં જ્યાં તો તારે, પડશે જગની રીતે તો રહેવું પહોંચવું છે જ્યાં તારે પ્રભુની પાસે, પ્રભુની રીતે પડશે પહોંચવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|