મળ્યો હાથ સામે જ્યાં અન્યના હાથને, મેળાપનો એ તો સ્વીકાર છે
જોડયા જ્યાં બે હાથ તો ભાવથી, સામેનાનો એ તો આવકાર છે
જોડયા બે હાથ પટકી કરવા નમસ્કાર, તોબાનો તો એ પોકાર છે
પહોંચાડી હાથ જ્યાં કપાળની સામે, વિશિષ્ટ રીતે, એ તો સલામ છે
થાતો રહ્યો ઉગામ્યો જ્યાં હાથ યુદ્ધનો, એ તો ત્યાં લલકાર છે
બે હાથથી ભેટવા ભાવથી જ્યાં અન્યને, વ્હાલભર્યો એ આવકાર છે
મક્કમતાથી વાળી જ્યાં મુઠ્ઠી, દૃઠતાનો જીવનમાં એ તો પડકાર છે
પડયો ભાવથી જ્યાં પીઠ પર હાથ, કાર્યની પ્રસંશાનો એ સ્વીકાર છે
ફર્યો જ્યાં વ્હાલથી મુખ પર તો હાથ, પ્રેમનો તો ત્યાં સ્વીકાર છે
અથડાયા હાથ ક્રોધના જ્યાં નીચે, ક્રોધનો ત્યાં તો સ્વીકાર છે
હાથના નખરાની ભાષા તો છે અનોખી, નૃત્યમાં એનો સ્વીકાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)