Hymn No. 4393 | Date: 08-Dec-1992
|
|
Text Size |
 |
 |
રાખ્યા સંબંધ રહેશે, તોડયા સંબંધ તૂટશે, છે હાથમાં એ તો તારા ને તારા બાંધતા વાર લાગશે, જલદી એ તો તૂટશે, લક્ષ્ય બહાર ના આ તું રાખજે બાંધ્યા ત્યારે લાગે મીઠાં, જીવનમાં જ્યારે એ તૂટશે, ત્યારે કડવાશ એ જગાવશે સમજીને સંબંધ બાંધજો, તૂટે ના એ જોજો, કહેવું મોટાનું એમાં તો માનજો જોડતા ને તોડતા રહેશો જો સંબંધો, જીવનમાં કોણ સંબંધ તારી સાથે બાંધશે સંબંધે સંબંધે વિશ્વાસ તો વધશે, કરીશ જ્યાં વિશ્વાસઘાત સંબંધ ના ટકશે લેવી હોય મીઠાશ જો સંબંધની, જતું કરતા શીખજો, ધ્યાનમાં વાત આ રાખજો સબંધો બાંધવા બને તો સહેલાં, જીવનભર જાળવવા જીવનમાં, અઘરા એ તો બનશે કોઈ સંબંધ જાશે સુગંધ ફેલાવી, કોઈ દુર્ગંધભરી તો કહાની, જીવનમાં સમજી આ તો લેજો તૈયારી રાખજો જાળવવાની, તૂટતાં જો તૂટી જાયે, ભૂતકાળની કહાની ગણી એને લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|