Hymn No. 4405 | Date: 11-Dec-1992
|
|
Text Size |
 |
 |
એકવાર તો કર વિચાર તું તો જરા, જીવનમાં તને શું નડતું ને નડતું રહ્યું તારા મુક્તિપંથના પ્રવાસને, જીવનમાં તને, શું ને શું, તો અટકાવતું રહ્યું જોતો ના કોઈ ચશ્મામાંથી તો તું, દેખાશે ના, જોવું હશે, એ તો સાચું કર વિચાર જરા મનમાં તો તું, આવીને જગમાં તો તેં જીવનમાં કર્યું છે શું મેળવવું હતું જે જીવનમાં, શું તેં એ મેળવ્યું જીવનમાં, તો તેં મેળવ્યું છે શું મેળવવી છે અખંડ શાંતિને, આનંદ તો જીવનમાં, મળ્યો કેટલો, વિચાર કરજે એનો તું લીધા છે રસ્તા જીવનમાં તો તેં શું સાચા, લઈ જાશે તને મુક્તિને દ્વારે તો શું વેડફ્યો સમય ખોટો કેટલો તેં જીવનમાં, કર્યો છે હિસાબ એનો તો તેં શું ઓળંગી કેટલી મર્યાદા રેખા જીવનમાં તેં, ઓળંગી જીવનમાં, મેળવ્યું તો તેં શું વહાવી શક્યો છે હૈયે, સહુ માટે સહજ પ્રેમધારા, તારા જીવનમાં એને તો તું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|