Hymn No. 4411 | Date: 13-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-13
1992-12-13
1992-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16398
સુખ તો જીવનમાં, મીઠું તો લાગે છે, દુઃખ જીવનને ઘડતું તો આવે છે
સુખ તો જીવનમાં, મીઠું તો લાગે છે, દુઃખ જીવનને ઘડતું તો આવે છે રે પ્રભુ, જીવનમાં એને તો તું, દેતો જા, તું દેતો જા, તું દેતો જા, તું દેતો જા ભાગ્ય જીવનને તો ચમકાવે છે, દુર્ભાગ્ય જીવનમાં ખમીરને તો ચમકાવે છે - રે... શાંતિ જીવનમાં તો સહુ ચાહે છે, અશાંતિ જીવનમાં શાંતિની ઝંખના જગાવે છે - રે... માન જીવનમાં તો સહુ માંગે છે, અપમાન જીવનમાં, સન્માન અન્યનું સમજાવે છે - રે... લોભ જીવનમાં તો સહુને સતાવે છે, જીવનમાં ત્યાગ એને હટાવવાનું સમજાવે છે - રે.. પ્રેમ જીવનમાં તો જ્યાં જાગે છે, વિરહનું બળ જીવનમાં એને તો ટકાવે છે - રે... મોહ માયા જીવનમાં તો જાગે છે, સાચું જ્ઞાન જીવનમાં એ તો સમજાવે છે - રે.. કાર્યો તો જીવનમાં, યત્નો તો માંગે છે, યત્નો જીવનમાં, હિંમત ને દિશા માંગે છે - રે.. શ્વાસો તો જગમાં જીવન ટકાવે છે, શ્વાસો જીવનમાં વિશ્વાસ તો સદા માંગે છે - રે.. જીવનમાં સહુ તો મુક્તિ ચાહે છે, મુક્તિ તો જીવનમાં સદા અચળ પુરુષાર્થ માંગે છે - રે..
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh to jivanamam, mithu to laage chhe, dukh jivanane ghadatum to aave che
re prabhu, jivanamam ene to tum, deto ja, tu deto ja, tu deto ja, tu deto j
bhagya jivanane to chamakave chave, durbhagya jivanamak khamirane - re ...
shanti jivanamam to sahu chahe chhe, ashanti jivanamam shantini jankhana jagave che - re ...
mann jivanamam to sahu mange chhe, apamana jivanamam, sanmana anyanum samajave che - re ...
lobh jivanamam to sahune satave chhe, jivan ene hatavavanum samajave che - re ..
prem jivanamam to jya jaage chhe, virahanum baal jivanamam ene to takave che - re ...
moh maya jivanamam to jaage chhe, saachu jnaan jivanamam e to samajave che - re ..
karyo to jivanamam, yatno to mange chhe, yatno jivanamam, himmata ne disha mange che - re ..
shvaso to jag maa jivan takave chhe, shvaso jivanamam vishvas to saad mange che - re ..
jivanamam sahu to mukti chahe sada, achala purushartha mange che - right ..
|