બગડે એ પહેલાં એને તું સુધારી લે, પાણી પહેલાં પાળ તું બાંધી લે
સંગ્રામ થાતાં પહેલાં, તૈયારી તું કરી લે, કહેવા પહેલાં એકવાર તું વિચારી લે
પહોંચવું છે જ્યાં, એકવાર માહિતી એની મેળવી લે, જાણવા જેવું જીવનમાં જાણી લે
સમયસર નિર્ણય જીવનમાં તું કરી લે, કર્તવ્યનું પાલન જીવનમાં કરી લે
સદ્ગુણોને જીવનમાં તું અપનાવી લે, પ્રભુમય મનને જીવનમાં તું કરી લે
શ્વાસે શ્વાસે પ્રભુપ્રેમ તું ભરી લે, પ્રભુ વિના નથી ઉદ્ધાર એ તું સમજી લે
જ્ઞાન મળે તને ત્યાંથી એ તું મેળવી લે, હૈયેથી શંકા બધી તુ હટાવી લે
પુરુષાર્થી જીવન તું જીવી લે, પ્રભુનું નામ જીવનમાં, હરદમ તું રટી લે
ચિંતાઓને મનમાંથી દૂર તું કરી લે, તારું કાર્ય તો તું ને તું કરી લે
શંકુચિતતામાં વિકાસ ના તારો રૂંધી લે, વિશાળતાને હૈયેથી તું વધાવી લે
પ્રભુ સાથે નજર તારી તો તું મેળવી લે, જવાબદારી તારી એ તું સ્વીકારી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)