બનીને રહેશે જીવનમાં તો જે પ્રભુના, અધવચ્ચે તો નથી એ લટકી જવાના
મુસીબતોમાંથી પણ માર્ગ એના નીકળવાના, પ્રભુ મારગ તો એના કાઢવાના
ચલાવશે ના દંભ પ્રભુ તો કોઈના, દંભ પ્રભુ પાસે તો નથી કોઈના ટકવાના
શક્તિના પ્રદર્શન ના એના પાસે થઈ શકવાના, ફરે હાથ જેના પર એ શક્તિવાન થવાના
દયા ધરમ તો એની પાસે પહોંચવાના, ધરમનું રક્ષણ સદા એ તો કરવાના
દુઃખ દર્દ એની દયાથી દૂર થાવાના, છે એ તો અલૌકિક, અલૌકિક એ તો રહેવાના
પરમ દાનવીર છે એ તો દાન દેવામાં, સહુ જગમાં એની પાસે તો માંગવાના
કરશો ના કોશિશ જગમાં એને બનાવવા, નથી કાંઈ એ કોઈથી તો બની જવાના
રીઝે જેના પર તો પ્રભુ, અઢળક એને એ તો દેવાના, ભંડાર એના નથી ખૂટવાના
થાશે ધાર્યું જગમાં તો એનું બધું, કરજો યત્ન જીવનમાં તો એને રીઝવવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)