જરૂર નથી અમૃત તો વારંવાર લેવાની, એકવાર પણ લેતા કામ એનું એ તો કરશે
ઝેર ના પિવાય જીવનમાં તો વારંવાર, એકવાર પણ લેતા, કામ એનું એ પૂરું તો કરશે
સ્થાન ના દેજો વેરને એકવાર પણ હૈયાંમાં, હટાવવું એને ત્યાંથી મુશ્કેલ બની જાશે
જાણે અજાણ્યે ચલાવતો ના કાતિલ તીર શબ્દોના, હૈયું વિંધ્યા વિના ના એ તો રહેશે
વધવું હશે જીવનમાં જો આગળને આગળ, દિશા અને લક્ષ્ય, લક્ષ્યમાં રાખવા તો પડશે
કહેવું પડે જે જીવનમાં એ તો કહેવું પડે, સમજાય એવી રીતે એ તો કહેવું પડશે
વિશાળતાના સાગરમાં નહાવા માટે, શંકૂચિતતાનું ખાબોચિયું તો છોડવું પડશે
જીવનમાં તો કંઈકને કંઈક તો મેળવવા, છોડવા જેવું જીવનમાં તો છોડવું પડશે
અત્યાચાર જીવનમાં ના કરવા, ના સહેવા, જીવનમાં સામનો એનો તો કરવો પડશે
આજનું કામ કાલ ઉપર ના તું છોડતો, આજનું કામ તો આજનું આજ કરવું તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)