નિર્ણયો વિનાના નિર્ણયો, ઊભા છે કંઈક તો જીવનમાં, રાહ જોઈ ઊભા તો તારી
કાર્યો અધૂરા તો જીવનના, જોઈ રહ્યાં છે રાહ, આવશે પૂરા થવાની, ક્યારે એની તો વારી
કાઢી કાઢી બહાના ખૂટયા છે હવે બહાના, રાહ જોઈ રહ્યાં છે, કાર્યો ખૂલે ક્યારે એની બારી
મુસીબતોને મુસીબતો તો જીવનમાં, જોઈ રહી છે રાહ, તારા સામનાની તો તૈયારી
ફુરસદ કાઢે પ્રભુ તો શાને, ફુરસદ નથી જો, એને મળવાની પાસે તો તારી
દેખાય કે મળે જીવનમાં તો જે જે, નથી કાંઈ બધું આપણા માટે તો હિતકારી
જીવનમાં સામનાને સામના પડશે કરવા, રાખવી પડશે તૈયારી એની તો ભારી
દીધું છે મુકાવી પ્રભુએ, કંઈકનું અભિમાન ને અહં જીવનમાં, થાશે તારી તો શી ગણતરી
દીધું છે બધું તો પ્રભુએ, છે તારી પાસે બધું, વાપર તું એને બનાવી સમજદારી
કરી ઉપયોગ સાચો જીવનમાં, કર કોશિશ જીવનમાં, ખોળવા મુક્તિની તો બારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)