Hymn No. 4436 | Date: 22-Dec-1992
|
|
Text Size |
 |
 |
શું કરવું, કેમ કરવું, છે આ મહા પ્રશ્નો સહુના જીવનમાં, જીવનમાં એને તું ઉકેલી લેજે કર્યું સાચું કે કર્યું ખોટું તો જીવનમાં, હિસાબ બરાબર એનો જીવનમાં તું માંડી લેજે મળ્યું કે મેળવ્યું જીવનમાં, ફળ કર્મોનું, પૂર્વનું કે અત્યારનું એને તું સમજી લેજે મુસીબતોને જીવનનું અંગ ગણીને, સ્વીકારી એને, નાસીપાસ ના એમાં તું થાજે છે હાથમાં જ્યાં બધું તો તારા, સમયે સમયે વર્તન તારું, અનુરૂપ તુ કરી લેજે કરીશ ભૂલો જીવનમાં તો તું કાંઈ કરવામાં, કરવા સહન શિક્ષા એની, તૈયાર તું રહેજે ભોગવવી ના હોય જો શિક્ષા જીવનમાં જો તારે, સમજી સમજીને જીવનમાં કરતો રહેજે સાચી વ્યક્તિને સાચા વિચારોનો સાથ સદા, જીવનમાં તો તું રાખતો રહેજે છે ધ્યેય જીવનમાં તો સહુનું મુક્તિનું, જીવનમાં ધ્યેય તારું, હાંસલ તું કરી લે જે કરવા હાંસલ એને, વીત્યો સમય કેટલો જાજે ભૂલી, ધ્યેય હાંસલ જલદી હવે તું કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|