Hymn No. 4441 | Date: 24-Dec-1992
|
|
Text Size |
 |
 |
બાળપણ વીત્યું, જવાની વીતી, ઘડપણે જીવનમાં દર્શન તો દીધું તારા જીવનમાં નામ પ્રભુનું, તારા હૈયે કેમ ના પડયું, કેમ ના એ ચડયું મુસીબતોએ ને મુસીબતોએ દીધી દેખા જીવનમાં, પ્રભુને પોકાર કરવું પડયું હટતા મુસીબતો તો જીવનમાં, વિતાવ્યું હતું જેમ જીવન, એમ વીતતું રહ્યું માયા મનને તો નચાવતું તો રહ્યું, મુસીબતો તો જીવનમાં રડાવતું રહ્યું ચિંતાઓને ચિંતાઓ, તો જીવનમાં, મનને વિચારોને ઘેરીને ઘેરી તો રહ્યું વીત્યું જીવન તો મેળવ્યા વિના, જીવનમાં મેળવવા જેવું મેળવ્યા વિના વીત્યું હૈયું તો સુખ કાજે તો તલસતું રહ્યું, જીવનમાં દુઃખને દુઃખ ઊભું થાતું રહ્યું જીવનમાં સમસ્યાઓ બની સમસ્યા, જીવન સમસ્યાઓમાં ઘેરાતું રહ્યું મનડું ને ચિત્તડું ઘેરાયું તો જ્યાં, સમસ્યાઓ જીવનમાં ઊભી એ કરતું રહ્યું સ્વાર્થેને સ્વાર્થે નામ પ્રભુનું જીભે ચડયું, હૈયું ભાવે નિઃસ્વાર્થ ના બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|