1992-12-26
1992-12-26
1992-12-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16434
છે ધન તારી પાસે તો ભર્યું ભર્યું, નિર્ધન શાને તો તું માને છે

તોલાયા નથી પ્રભુ તો કોઈ બીજા ધનથી, તોલાયા પ્રેમભાવે જગ એ જાણે છે
તોલાયા એક તુલસીપત્રથી, બોડાના પ્રેમભાવે, ના ધનથી એ તો તોલાયા છે
ઝેરને કર્યા અમૃત પ્રભુએ, મીરાંના પ્રેમભાવે, વશ એને તો જગમાં કર્યા છે
કર્યા ભક્ત નરસૈયાના કામો તો અનેક, પડતા ભીડે પ્રેમભાવે પ્રભુ તો દોડયા છે
સેના ભગતને કાજે પ્રભુ, નાઈ બનતા, જગમાં તો ના એ તો અચકાયા છે
સંત જ્ઞાનેશ્વરના પરમ વિશ્વાસે, પ્રભુએ તો પાડાના મુખથી વેદ બેલાવ્યા છે
દેશળ ભક્તને તો કાજે, બની પહેરેગીર, મહેલના પહેરાં તો ભર્યા છે
ભક્ત ચેલૈયાને કાજે તો, વ્હાલા મારા નાથે તો, મડદામાં પ્રાણ પૂર્યા છે
કરો વિચાર હવે હૈયે તો જરા, જીવનમાં પ્રભુદર્શન વિના બાકાત કેમ રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē dhana tārī pāsē tō bharyuṁ bharyuṁ, nirdhana śānē tō tuṁ mānē chē
tōlāyā nathī prabhu tō kōī bījā dhanathī, tōlāyā prēmabhāvē jaga ē jāṇē chē
tōlāyā ēka tulasīpatrathī, bōḍānā prēmabhāvē, nā dhanathī ē tō tōlāyā chē
jhēranē karyā amr̥ta prabhuē, mīrāṁnā prēmabhāvē, vaśa ēnē tō jagamāṁ karyā chē
karyā bhakta narasaiyānā kāmō tō anēka, paḍatā bhīḍē prēmabhāvē prabhu tō dōḍayā chē
sēnā bhagatanē kājē prabhu, nāī banatā, jagamāṁ tō nā ē tō acakāyā chē
saṁta jñānēśvaranā parama viśvāsē, prabhuē tō pāḍānā mukhathī vēda bēlāvyā chē
dēśala bhaktanē tō kājē, banī pahērēgīra, mahēlanā pahērāṁ tō bharyā chē
bhakta cēlaiyānē kājē tō, vhālā mārā nāthē tō, maḍadāmāṁ prāṇa pūryā chē
karō vicāra havē haiyē tō jarā, jīvanamāṁ prabhudarśana vinā bākāta kēma rahyā chē
|