ઘાટ ઘડવા છે રે, મારે મારા જીવનમાં, જીવનમાં ઘાટ મારે મારા ઘડવા છે
બનવું નથી કૂણું એટલું તો જીવનમાં, ઘડી ના શકાય કે ઘાટ ટકી શકે છે
રહેવું નથી કે બનવું નથી એટલું અક્કડ તો જીવનમાં, ઘડાતા ઘાટ તૂટી જાય છે
ઘડીશ કે ઘડી શકીશ ઘાટ જીવનમાં જેવા, જીવન એવું મારું તો બનવાનું છે
ઘડયા છે ઘાટ મારા ભલે પ્રભુએ, હવે એ ઘાટને અનોખા ઘાટ મારે દેવા છે
ઘડી ઘડી ઘાટ મારા એવા તો સુંદર, ઘાટ મારા પ્રભુની નજરમાં તો વસવા દેવા છે
રાખવી નથી ઘાટમાં તો કોઈ ખામી, લજ્જિત પ્રભુને ના એવી બનાવવા છે
જોઈ જીવનમાં, જીવનનો ઘાટ મારો, પ્રશંસા એની પ્રભુ પાસે તો મેળવવી છે
રહેવા નથી દેવું, ઘાટનું કોઈ પાસું તો એવું, પ્રભુપ્રેમમાં ધોયા વિના નથી રહેવા દેવું છે
ઘડયો ઘાટ તો જ્યાં સારો, જોયો જ્યાં પ્રભુએ, માગ્યા વિના પ્રભુએ આપવું પડવાનું છે
આવ્યા જોવા તો જ્યાં ઘાટ તો પ્રભુ, મેળવવું જીવનમાં તો બાકી શું રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)