Hymn No. 4461 | Date: 01-Jan-1993
|
|
Text Size |
 |
 |
દીધું, દીધું રે પ્રભુ, ચિત્તડું સોંપી તને તો દીધું, કરવું હોય તે કરજે, તું તો એનું
Didhu , Didhu Re Prabhu, Chittadu Sopi Tane To Didhu, Karavu Hoy Te Karaje, Tu To Enu
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
દીધું, દીધું રે પ્રભુ, ચિત્તડું સોંપી તને તો દીધું, કરવું હોય તે કરજે, તું તો એનું કરી ના શક્યો કે રાખી ના શક્યો જીવનમાં હું તો એને, કરવું જોઈએ તો એવું હતા ઊછળતા જીવનમાં, કંઈક ભાવો તો એમાં, ભાવોસહિત એને, તને સોંપી તો દીધું હતું પાસે તો મારી, હતું મને એ તો સતાવતું, સતાવે તને, જોજે એટલું તું તો પ્રભુ ભર્યા વિચારો એમાં તારા છે પ્રભુ, ફરક એમાં પડતો દેખાયો, દેખાયું ત્યારે જુદું રાખવું નથી એને પાસે તો મારી, રાખજો તમારા ચરણમાં ભલે ત્યાં એ તો રહેતું ચાલશે ભલે ચિત્ત ને મન વિના, જીવનમાં તારા વિના નથી મારે તો રહેવું કરવું તો છે બસ આટલું જીવનમાં, દેજો આશિષ તમારી, ચિત્તડું ને મનડું તમારામાં રાખી શકું આવો એનામાં હવે તો એવા, ભલે તમારી સાથેને પાસે ચિત્તડું ને મનડું રહેતું તારા વિનાના, ચિત્તડા ને મનડાંને રે પ્રભુ, જીવનમાં મારે એનું શું કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|