|
1993-01-02
1993-01-02
1993-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16450
રાખવું હોય તો રાખી લેજો, લેવું હોય તો લઈ લેજો રે પ્રભુ
રાખવું હોય તો રાખી લેજો, લેવું હોય તો લઈ લેજો રે પ્રભુ
ચિત્તડું ને મનડું તો મારું, લઈ લેજો કે રાખી લેજો, એને તો પૂરું
રાખતા ના કંઈ મારી પાસે બાકી, અધવચ્ચે નથી મારે તો રહેવું
અધૂરા ચિત્તડાથી ને અધૂરા મનડાંથી, જીવનમાં નથી કોઈનું કાંઈ વળ્યું
સૂઝતું નથી જીવનમાં શું કરવું, સુઝાડજો જીવનમાં મારે શું કરવું
હતું જ્યારે પાસે મારી રે પ્રભુ, દીધું સુખ થોડું, દુઃખ દેતુંને દેતું રહ્યું
તારા વિના નથી જગમાં કોઈ બીજું, મેળવી શકે એના પર તો કાબૂ
કાબૂ મેળવવા એના ઉપર, મારે રે પ્રભુ, ભવોભવના ફેરા ફરવું પડયું
રાખીશ જ્યાં તું એને પાસે તો તારી, પડશે બનવું એણે તો સીધું
નથી કાંઈ બીજું મારે કાંઈ કહેવું, દેતાં ના રહેવા મારી પાસે અધૂરું
https://www.youtube.com/watch?v=acpVleHbkcc
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
રાખવું હોય તો રાખી લેજો, લેવું હોય તો લઈ લેજો રે પ્રભુ
ચિત્તડું ને મનડું તો મારું, લઈ લેજો કે રાખી લેજો, એને તો પૂરું
રાખતા ના કંઈ મારી પાસે બાકી, અધવચ્ચે નથી મારે તો રહેવું
અધૂરા ચિત્તડાથી ને અધૂરા મનડાંથી, જીવનમાં નથી કોઈનું કાંઈ વળ્યું
સૂઝતું નથી જીવનમાં શું કરવું, સુઝાડજો જીવનમાં મારે શું કરવું
હતું જ્યારે પાસે મારી રે પ્રભુ, દીધું સુખ થોડું, દુઃખ દેતુંને દેતું રહ્યું
તારા વિના નથી જગમાં કોઈ બીજું, મેળવી શકે એના પર તો કાબૂ
કાબૂ મેળવવા એના ઉપર, મારે રે પ્રભુ, ભવોભવના ફેરા ફરવું પડયું
રાખીશ જ્યાં તું એને પાસે તો તારી, પડશે બનવું એણે તો સીધું
નથી કાંઈ બીજું મારે કાંઈ કહેવું, દેતાં ના રહેવા મારી પાસે અધૂરું
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhavuṁ hōya tō rākhī lējō, lēvuṁ hōya tō laī lējō rē prabhu
cittaḍuṁ nē manaḍuṁ tō māruṁ, laī lējō kē rākhī lējō, ēnē tō pūruṁ
rākhatā nā kaṁī mārī pāsē bākī, adhavaccē nathī mārē tō rahēvuṁ
adhūrā cittaḍāthī nē adhūrā manaḍāṁthī, jīvanamāṁ nathī kōīnuṁ kāṁī valyuṁ
sūjhatuṁ nathī jīvanamāṁ śuṁ karavuṁ, sujhāḍajō jīvanamāṁ mārē śuṁ karavuṁ
hatuṁ jyārē pāsē mārī rē prabhu, dīdhuṁ sukha thōḍuṁ, duḥkha dētuṁnē dētuṁ rahyuṁ
tārā vinā nathī jagamāṁ kōī bījuṁ, mēlavī śakē ēnā para tō kābū
kābū mēlavavā ēnā upara, mārē rē prabhu, bhavōbhavanā phērā pharavuṁ paḍayuṁ
rākhīśa jyāṁ tuṁ ēnē pāsē tō tārī, paḍaśē banavuṁ ēṇē tō sīdhuṁ
nathī kāṁī bījuṁ mārē kāṁī kahēvuṁ, dētāṁ nā rahēvā mārī pāsē adhūruṁ
| English Explanation |
|
If you want to keep it, then keep it; if you want to take it away, then take it away Oh God.
My consciousness and my mind, you can keep it or take it away completely.
Do not keep even a little bit with me, I do not want to be kept dangling in between.
With an incomplete mind and incomplete consciousness, nobody has been able to do anything.
I am not able to decide what to do in life, help me decide what to do in life.
When they were with me, they gave me little happiness and kept on giving me grief and sorrow.
There is no one in the world apart from you who can keep them under control.
To achieve control over them Oh Lord, I had to take birth after birth.
When you will keep them with you, they will have to become straightforward.
I don’t have anything else to say, just don’t let even a little bit remain with me.
|