1993-01-02
1993-01-02
1993-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16451
છે અનેક ભરેલા શ્રીફળોથી તો છે, જીવન તો બસ ભર્યું ભર્યું

કહી ના શકાશે કોઈથી, નીકળશે અંદરથી એ તો કેવું ને કેવું
છે પહેલું શ્રીફળ તો કર્મનું, કહી ના શકે કોઈ, કર્યા કેવા, કે કેવા કર્મ કરીશું
છે બીજું શ્રીફળ તો ભાવનું, કહી ના શકે કોઈ, ચમકશે ક્યારે એ તો કેવું
છે ત્રીજું શ્રીફળ તો વિચારોનું, કહી ના શકે કોઈ, ક્યારે ને શું વિચારશું
છે ચોથું શ્રીફળ તો સંજોગોનું, કહી ના શકે કોઈ, દઈ જાશે સુખદુઃખ એ કેટલું
છે પાચમું શ્રીફળ તો ભાવનું, કહી ના શકે કોઈ, ટકશે કે છૂટશે તો એનું
છે છઠ્ઠું શ્રીફળ તો મનનું, કહી ના શકે કોઈ, વસશે એમાં શું, કે કરશે એ કેવું
છે સાતમું શ્રીફળ તો વિશ્વાસનું, કહી ના શકે કોઈ, રહેશે ને ટકશે એ કેટલું
છે આઠમું શ્રીફળ તો વિકારોનું, કહી ના શકે કોઈ, તાણશે કયા વિકારો કેટલું
છે નવમું શ્રીફળ તો મારું ને તારું, કહી ના શકે કોઈ, કેમ કરી જલદી એમાંથી બચવું
છે આવા અનેક ભરેલા શ્રીફળોથી જીવન ભરેલું, શા માટે એને તો જાણવું
છે સહેલું જીવનમાં તો બસ એટલું, રાખી ભરોસો પ્રભુમાં, પુરુષાર્થી રહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē anēka bharēlā śrīphalōthī tō chē, jīvana tō basa bharyuṁ bharyuṁ
kahī nā śakāśē kōīthī, nīkalaśē aṁdarathī ē tō kēvuṁ nē kēvuṁ
chē pahēluṁ śrīphala tō karmanuṁ, kahī nā śakē kōī, karyā kēvā, kē kēvā karma karīśuṁ
chē bījuṁ śrīphala tō bhāvanuṁ, kahī nā śakē kōī, camakaśē kyārē ē tō kēvuṁ
chē trījuṁ śrīphala tō vicārōnuṁ, kahī nā śakē kōī, kyārē nē śuṁ vicāraśuṁ
chē cōthuṁ śrīphala tō saṁjōgōnuṁ, kahī nā śakē kōī, daī jāśē sukhaduḥkha ē kēṭaluṁ
chē pācamuṁ śrīphala tō bhāvanuṁ, kahī nā śakē kōī, ṭakaśē kē chūṭaśē tō ēnuṁ
chē chaṭhṭhuṁ śrīphala tō mananuṁ, kahī nā śakē kōī, vasaśē ēmāṁ śuṁ, kē karaśē ē kēvuṁ
chē sātamuṁ śrīphala tō viśvāsanuṁ, kahī nā śakē kōī, rahēśē nē ṭakaśē ē kēṭaluṁ
chē āṭhamuṁ śrīphala tō vikārōnuṁ, kahī nā śakē kōī, tāṇaśē kayā vikārō kēṭaluṁ
chē navamuṁ śrīphala tō māruṁ nē tāruṁ, kahī nā śakē kōī, kēma karī jaladī ēmāṁthī bacavuṁ
chē āvā anēka bharēlā śrīphalōthī jīvana bharēluṁ, śā māṭē ēnē tō jāṇavuṁ
chē sahēluṁ jīvanamāṁ tō basa ēṭaluṁ, rākhī bharōsō prabhumāṁ, puruṣārthī rahēvuṁ
|