મારું જગમાં કોઈ નથી, મારું જગમાં કાંઈ નથી, જાગ્યાને ટક્યા ભાવ જ્યાં આ હૈયે
સમજી લો જીવનમાં, વેરાગ્યની હૈયે શરૂઆત તો થઈ ગઈ, થઈ ગઈ
જરૂરિયાતોની ભી જીવનમાં જેને જરૂર નથી, પ્રભુ વિશ્વાસની ધારા હૈયે જેના ખૂટી નથી
પ્રભુદર્શનની ચાહ વિના હૈયે બીજી ચાહ નથી, શ્વાસોને ભી પોતાના જેણે ગણ્યા નથી
જેને હૈયે મારું મારું ચડયું નથી, એને હૈયે તારું તારું ભી ટકી તો શક્તું નથી
જેને હૈયે બીજી કોઈ હસ્તી નથી, પ્રભુ વિનાની હૈયે બીજી કોઈ હસ્તી નથી
જેને અન્ય પાસેથી તો કાંઈ લેવું નથી, આશીર્વાદ વિના દેવાનું જેની પાસે કાંઈ નથી
જેને હૈયે વાહ વાહનો તો સ્વીકાર નથી, જેની દૃષ્ટિમાં કરુણા વિના બીજું કાંઈ નથી
લોભ લાલચનું જોર જેને હૈયે ટકી શક્તું નથી, મુક્તિ વિના જેને હૈયે તો કોઈ લોભ નથી
જગકલ્યાણ વિના જેને હૈયે બીજું ચિંતન નથી, વેર ઇર્ષ્યા જેને હૈયે પહોંચી શક્તા નથી
જગ જેને હૈયે જેને આવી વસે કે ના વસે, પ્રભુ એના હૈયે આવી વસ્યા વિના રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)