તારા પ્રશ્નોની વણઝાર, તારી શંકાઓની વણઝાર, જ્યાં અટકી નથી
જગમાં કાંઈ કરવાનો સમય તને મળવાનો નથી, તને મળવાનો નથી
ઊઠયા પ્રશ્નો જ્યાં તારા અંતરમાં, જવાબ એના બહાર તો મળશે ક્યાંથી
ઉત્તર ઊઠે તું તારા અંતરમાં, કર નિરીક્ષણ તારી વૃત્તિઓનું બાકી કાંઈ નથી
મૂંઝવશે વણઊકેલ્યા પ્રશ્નો તને તારા, વધી શકીશ જીવનમાં આગળ તું ક્યાંથી
તારી વૃત્તિઓનો જન્મદાતા છે તું, વળશે શું તારું, દોષ અન્યનો કાઢવાથી
કર્યું સંગ્રહસ્થાન વૃત્તિઓનું હૈયાને, ઊઠતા રહ્યાં છે પ્રશ્નો હૈયાંમાં ને હૈયાંમાંથી
લેશે કે મેળવશે ના કાબૂ વૃત્તિઓ ઉપર, પ્રશ્નોની વણઝાર અટકવાની નથી
પ્રશ્નો ને શંકા વિનાનું હૈયું, પ્રભુનું ધામ બન્યા વિના એ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)