મમત્વના બંધાઈને પાશમાં, હું પદના હુંકારમાં, વિતાવ્યું જીવન તેં તો તારું
જીવનમાં તો તેં શું મેળવ્યું, જીવનનું તો તેં શું કર્યું
જલાવી આગ ઇર્ષ્યાની તો હૈયે, જલાવી આગ વેરની તો હૈયે
હૈયાંને તો તેં રાખ કર્યું, જીવનને એમાં તો તેં ખાક કર્યું
કર્યો ના પૂરતો વિચાર, જીવનમાં આચરણનો, વગર વિચાર્યું બધું કર્યું
રહ્યો પસ્તાવો તો જીવનમાં હાથમાં, જીવનમાં પસ્તાવું તો પડયું
દીધું આળસને ઉત્તેજન જીવનમાં, લીધી ના ઇચ્છાઓને કાબૂમાં
તણાઈ તણાઈ તો પાછળ એની, દુઃખને આમંત્રણ જીવનમાં દીધું
રહી ભાગ્યના વિશ્વાસે જીવનમાં, સહીના શક્યો ઘા જીવનમાં ભાગ્યના
જીવનમાં પુરુષાર્થ વિના, જીવનને પાંગળું તેં તો કર્યું
રહ્યો વિચાર ને મારગ બદલતો જીવનમાં, રહી અનિશ્ચિત તો જીવનમાં
જીવનમાં ના કાંઈ મળ્યું, જીવનમાં ના કાંઈ મેળવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)