ઊછળતા સાગરના મોજા તો શોધે છે, ધરતી ના તો કિનારા
ચંચળતાના ઊછળતા, મારા હૈયાંમાં રે મોજા, શોધે છે સ્થિરતાના કિનારા
હૈયે ઊછળતા મારા ભાવનાના મોજા, શોધે છે રે પ્રભુ, તારા ચરણના કિનારા
મારા હૈયે ઊછળતા અજ્ઞાનના મોજા, શોધે છે તારા જ્ઞાનના તેજના કિનારા
દુઃખ દર્દના ઊછળતા મોજા જીવનમાં, શોધે છે તારી કૃપાના તો કિનારા
જીવનમાં ઊછળતા કર્મના તો મોજા, શોધે છે રે પ્રભુ, તારી શક્તિના કિનારા
મારા મનના ઊછળતા મોજા, શોધે છે રે પ્રભુ, તારા ધ્યાનના કિનારા
જીવનમાં મારી સાધનાના ઊછળતા મોજા, શોધે છે પુરુષાર્થ ને ધીરજના કિનારા
જીવનમાં, વ્યવહારના ઊછળતા મોજા, શોધે છે નમ્રતા ને વિવેકના કિનારા
જીવનમાં ઊછળતા મુક્તિના મોજા, શોધે છે પુરુષાર્થ ને તારી દયાના કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)