કૃપાનું બિંદુ પામ્યો જીવનમાં જે તારું રે પ્રભુ, સમર્થતાનો સિંધુ પાર કરી જાશે
દયાનું બિંદુ પામે જીવનમાં જે તારું રે પ્રભુ, ભવસાગર પાર એ તો કરી જાશે
ક્ષમાનું બિંદુ પામ્યો જીવનમાં જે તારું રે પ્રભુ, ભૂલોનો પહાડ ઓળંગી એ તો જાશે
પ્રેમનું બિંદુ પામ્યો જીવનમાં જે તારું રે પ્રભુ, સુખનો સાગર જીવનમાં એ પામી જાશે
તારી નજરના તેજનું કિરણ પામ્યો તો જે પ્રભુ, શક્તિનો સાગર જીવનમાં એ પામી જાશે
તારી હૈયાંની હૂંફ પામ્યો જીવનમાં તો જે પ્રભુ, સંસાર તાપ જીવનમાં તો એ ઝીલી જાશે
તારા વિશ્વાસનું બિંદુ પ્રવેશ્યું જેના હૈયે રે પ્રભુ, શક્યતાનું ઝરણું એ તો પામી જાશે
તારી આશાનું બિંદુ પામ્યો જીવનમાં રે પ્રભુ, જીવન જીવવાનું ભાથું એને તો મળી જાશે
તારા જ્ઞાનને સમજતું બિંદુ મળી જાય જેને રે પ્રભુ, મુક્તિના દ્વાર એના તો ખૂલી જાશે
તારી શાંતિનું બિંદુ ચાખ્યું જીવનમાં જેણે રે પ્રભુ, શાંતિના સાગરમાં એ તો નહાતો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)