જ્યાં નર ભી છે ત્યાં નારી ભી છે, જ્યાં દિલ છે ત્યાં દર્દ ભી છે
જ્યાં ફૂલ છે ત્યાં ક્યારી ભી છે, જગમાં લીલા પ્રભુ તારી ન્યારી છે
જ્યાં ફૂલો ભી છે ત્યાં ભમરા ભી છે, જ્યાં રૂપ છે ત્યાં પતંગિયા ભી છે
જ્યાં પ્યાસ છે ત્યાં પાણી ભી છે, જગમાં રીત પ્રભુ તારી તો ન્યારી છે
જ્યાં સુંદરતા છે ત્યાં શિકારી ભી છે, જ્યાં પ્રસંગ છે ત્યાં એની કહાની ભી છે
જ્યાં વન છે, હસ્તી ત્યાં પશુની ભી છે, જગમાં રીત પ્રભુ તારી તો ન્યારી છે
જ્યાં બાળક છે ત્યાં માતાની હાજરી છે, જ્યાં અભિમાન છે ત્યાં એની ખુમારી છે
જ્યાં સેતોષ છે ત્યાં સુખની લહાણી છે, જગમાં રીત પ્રભુ તારી તો ન્યારી છે
જ્યાં લોભ છે ત્યાં ધૂતારા ભી છે, જ્યાં રોગ છે ત્યાં એની દવા ભી છે
જ્યાં બાળક છે ત્યાં નિર્દોષતા છુપાઈ છે, જગમાં રીત પ્રભુ તારી તો ન્યારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)