આંસુઓ વહાવી વહાવી હવે તમે શું કરશો (2)
રોકી ના શક્યા કિસ્મતની ચાલને જીવનમાં, અડફેટમાં તો એની જ્યાં ચડયા
કરી ના શક્યા નાકાબંધી એની જીવનમાં, પ્રવેશી ગયું ત્યાં એ તો જીવનમાં
દીધું ઘણું ઘણું એણે જીવનમાં, કદી ગમ્યું, કદી ના ગમ્યું એ તો જીવનમાં
કંઈક અરમાનો જીવનમાં તો રચ્યા, એક સપાટે ધૂળધાણી એણે કરી દીધા
રાખ્યો હાથ ઉપર સદા એણે જીવનમાં, જીવન જીવ્યો સદા તૈયારી વિના
સહેતોને સહેતો રહ્યો માર કિસ્મતનો જીવનમાં, વર્ત્યો સદા એના કહેવામાં
તૂટતીને તૂટતી ગઈ તાકાત દિલની તો એમાં, વીત્યું રસકસ વિના જીવન એમાં
પસંદ નથી જો રીત તને એની, કરવા મુકાબલો એનો તૈયાર તું થઈ જા
સ્વીકારી લેજે હાર જીવનમાં તું હસતા હસતા, પાડીને હાથ કિસ્મતના તો હેઠાં
વીરને વરે છે વરમાળા જીવનમાં, રાખજે યાદ સદા, આ તો તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)