શિખરો રહી રહી દૂર, દઈ રહ્યાં છે સાદ, ફરકાવ ઝંડો તારો, અમારા ઉપર આજ
હાર ના હિંમત તું જીવનમાં, મહાલી લે હવા મુક્તિની, કરી સર શિખર તો આજ
રાત કે દિન જોતો ના કરજે મહેનત પૂરી, ચૂકીશ જો તું, જાશે એમા તારું નાક
રાખજે દિલને ને મનને તારે હાથ, કરી દે શરૂ ચડવું, હોય ભલે કપરા ચડાણ
કાઢજે મારગ તારો, વાસ્તવિક્તા સ્વીકારી આજ, લક્ષ્યમાં રાખજે, શિખર ના ભુલાય
સરતો જાશે, પણ ચડતો જાજે, કરી દેજે નિષ્ફળતાને જીવનમાં, આજ તો તું મહાત
સુખ જાજે ભૂલી, ચડવું જાજે ના ભૂલી, શિખરને દેજે જીવનમાં તો અગ્રસ્થાન
ના કાયર જાજે બની, આફતોથી જાજે ના ડરી, એ સાદને જીવનમાં દેજે પ્રતિસાદ
હોય મારગ તો ભલે વિકટ, હિંમતને રાખજે તું નિકટ સર કરવા શિખરને આજ
અધવચ્ચે દેતો ના છોડી, બેસતો ના હાથ જોડી, જંપજે સર કરીને શિખર તો આજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)