છે જગમાં તો બસ, બધે અંધારા ને અજવાળા (2)
છે અંધારા એ તો જગમાં, કોઈકના તો પડછાયા
છે ચંદ્રકિરણો પણ જગમાં, તો સૂર્યકિરણોના પડછાયા
પાથરી ના શકે પ્રકાશ પોતાના, બનવું પડે એણે પડછાયા
છે અજ્ઞાન તો જીવનમાં, તો જ્ઞાનના તો પડછાયા
છે યાદો ભી તો જીવનમાં, ભૂતકાળના તો એ પડછાયા
છે લખાણ તો જીવનમાં તો, તારા વિચારોના પડછાયા
છે યુદ્ધ અને લડાઈ જગમાં તો, ખોટા વિચારોના પડછાયા
જીવન પર તો રહ્યાં છે પડતા, મરણના તો પડછાયા
જીવનના વ્યવહારોમાં તો, દેખાય છે વૃત્તિઓના પડછાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)