આવવાના અમે આવવાના, પ્રભુ તારી ગલીમાં, અમે તો આવવાના
પડીએ અમે ભલે ભુલા, કે રહીએ અમે ભટકતા, તારી ગલીમાં અમે આવવાના
બનીને તારા દર્શનના દીવાના ને દીવાના, અમે તારી ગલીમાં અમે તો આવવાના
જાશે સમય ભલે અમારો ઝાઝો કે થોડો, તારી ગલીમાં સમય અમે વિતાવવાના
તપતા તાપને, ઠંડીના સૂસવાટ કે હશે વરસતી વર્ષા, સહન અમે એ તો કરવાના
રસ્તા રોકનાર મળશે ઘણા અમને, કરી પાર એને, અમે તો આવવાના
છોડી ગલી હવે તો તારી, બીજી બધી ગલીઓમાં નથી અમે ભટકવાના
કાઢે વાંધો જગ ભલે એમાં, કરે ટીકા ભલે એની, અમે તો આવવાના
મળશે પ્રલોભનો ઘણા, કે ભરમાવશે જીવનમાં ઘણાં, અમે તો આવવાના
ચાહે આવે આફતો ઘણી એમાં, અમે તો તારી ગલી છોડી નથી જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)