હું એવો નથી, હું એવો નથી, તમે માનો છો મને જેવો, હું એવો નથી
હું એવો નથી, હું એવો નથી, ધારું છું મને હું તો જેવો, હું એવો નથી
કરતોને કરતો રહું બધું જીવનમાં, કરવાનું છે, જીવનમાં જે, એ હું કરતો નથી
કદી ડૂબી જાઉં છું કોઈ ધ્યાનમાં, હું તો ધ્યાની તો નથી, હું એવો નથી
કદી રોકી શક્યો નથી ક્રોધને જીવનમાં, હું તો ક્રોધી તો નથી, હું એવો નથી
ઘુણાવું ડોકું બધી વાતોમાં, લાગે જાણે સમજયો છું, હું સમજ્યો નથી, હું એવો નથી
આવકારું છું સહુને પ્રેમથી ને હાસ્યથી, સહુની સાથે કાંઈ હું સંમત નથી, હું એવો નથી
કરું ના ફરિયાદ ભલે હું જીવનમાં, હૈયાંમાં કોઈ ફરિયાદ નથી એવું નથી, હું એવો નથી
જોયું છે જીવનમાં ત્યાં તો ઘણું ઘણું, જોયું છે જીવનમાં બધું એવું નથી, હું એવો નથી
કરું વાત પ્રભુની એવી, જોયા હોય જાણે પ્રભુને, પ્રભુને તો જોયા નથી, હું એવો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)