સાધનામાં ને સાધનામાં, આગળને આગળ વધતો રહ્યો
નાની અમથી ભૂલે તો પાણી ફરેવી દીધું, હવે બાકી શું રહ્યું
સંયમને સંયમ રાખ્યો ક્રોધ ઉપર, અચાનક કાબૂ છૂટી ગયો
મસ્તીને મસ્તીમાં રાચતા હૈયાંને, નાનો પ્રસંગ આંચકો દઈ ગયો
કરી મહેનત ચડયા જ્યાં ઉપર, બેદરકારીમાં પગ લપસી ગયો
ધ્યાનમાં ને ધ્યાનમાં મસ્ત બન્યો, નાનો વિચાર, ધ્યાનભંગ કરી ગયો
પાળી પરેજી તબિયત સાચવી રહ્યો, બન્યો બેકાબૂ, પરેજી ચૂકી ગયો
માગતી હતી જીવન સજાગતા મારી, બેધ્યાનપણામાં બેધ્યાન બની ગયો
ગણતરીને ગણતરીમાં પાવરધો બન્યો, અણી વખતે ગણતરી ચૂકી ગયો
સુખદુઃખથી દૂર ના રહી શક્યો, જીવનમાં સુખદુઃખમાં અટવાઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)