મહેમાન બનીને ના આવશો, ભલે દઈએ અમે તો ખૂબ માન
યાદ રાખજો દિલમાં એક વાત, મહેમાનોએ લેવી પડે છે વિદાય
સાકર બનીને આવજો ઓગળી ઓગળી, દઈ જાય એ મીઠાશ
હળવાશની પળ દેજો વધારી, હરી લેશે જીવનની એ તો કડવાશ
દવા બનીને આવ્યા છો શાને, દર્દનું થયું નથી જ્યાં નિદાન
સાથી બનીને તો સાથે રહેજો, છોડી શકો તમે જો અભિમાન
પ્રેમતણી બંસરી સંભળાશે હૈયાંમાં, જાશો ભૂલી બધું જ્યાં ભાન
એ અભાનપણાનું તાકજે તીર, બનાવીને પ્રભુને તો એનું નિશાન
જગઝંઝટમાં જાય છે હૈયું જ્યાં વીસરાઈ, થાય છે ઊભું ત્યાં નવું ભાન
જાળવી લેજો હૈયાંને એમાં તમે, ભૂલજો ના પ્રભુ પાળવાની છે આ વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)