ભોળું ગણ્યું મેં તો મારા મનને, પણ એ એવું ભોળું ના હતું
એના ભોળપણમાં ભોળવાઈ ગયો હું, એ સ્વાર્થમાં તો રચ્યુંપચ્યું હતું
સુખ મહાલવામાંને મહાલવામાં, જીવનમાં એ મશગૂલને મશગૂલ હતું
એ એના નાચમાં મસ્ત હતું, નચાવવામાં એ ગૂંથાયેલું રહેતું હતું
ના સ્થિર એ તો રહેતું હતું ના સ્થિર એ રહેવા દેતું હતું
જોડાયું જ્યારે એ તો જેમાંને જેમાં, જાણકારી એની એ લઈ લેતું હતું
કદી દુશ્મન બની એ ઊભું રહેતું, કદી સાથીના સ્વાંગ સજી લેતું
ફરતુંને ફરતું રહ્યું સદા એ તો, ના ફરવામાં એ થાક્તું હતું
ફરી ફરી બધે, જગાવી ઇચ્છાઓ, કર્મોની જાળ ઊભી એ કરતું હતું
એના ભોળપણમાંને ભોળપણમાં ભોળવાઈ, ઘણું મેં ગુમાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)