ઓળખ માગી તારી તો માનવી, તારી ઓળખ તેં તો ના દીધી
ઓળખ દીધા વિના પણ માનવી, ઓળખ તારી તેં તો દઈ દીધી
મીઠાશ ભરી કે કડવાશ ભરી બોલી બોલી, ઓળખ છતી કરી
જીવનના કર્તવ્યના ભારથી, આંખો તારી તો જ્યાં ગઈ ઢળી
વાત નિકળી જ્યાં, સ્નેહભરી, મુખ પરની લાલાશ છૂપી ના રહી
કરી મસ્તક ઊચું, વાત જ્યાં તેં કરી, ખુમારી તારી ત્યાં જાહેર બની
ચડયા ભવર તારા જે વાતમાં, ના પસંદગી જાહેર તેં તો કરી
વાતોમાં જ્યાં નયનોથી અશ્રુધારા વહી, કોમળતા સાક્ષી પૂરી ગઈ
મુખ પરના ફેરફારો ને ફેરફારોએ, અંતર્વ્યથા તારી જાહેર કરી
નામની ઓળખને જીવનમાં શું કરવી, અંતરની ઓળખ વિના અધૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)