જીવનમાં તું તારી સ્થિતિ ને સંજોગોના મેળ માપી જોજે
એના આંકડા તું જોઈ લેજે, એના પર વિચાર તું કરી લેજે
આધાર સફળતાનો છે, સ્થિતિ ને સંજોગો, લક્ષમાં એને તું લેજે
પુરુષાર્થ વિનાના જીવનને, જગમાં જીવન તો, ના તું સમજજે
સ્થિતિ ને સંજોગો સામે, જીવનમાં ના તું ઝૂકી જાજે
સ્થિતિ ને સંજોગો તો બદલાતા જાશે, ધ્યાનમાં આ તું લેજે
કંચન જેવું જીવન જીવી, ના પિત્તળમાં તું લોભાઈ જાજે
સ્થિતિ, સંજોગોને જોવામાં, જીવનમાં ના હકીકતોને ભૂલી જાજે
સ્થિતિ, સંજોગોનો કરી સામનો, જીવનમાં એને તું બદલી નાખજે
સ્થિતિ, સંજોગો માપવામાં, સમયને લક્ષમાં તું રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)