Hymn No. 6581 | Date: 25-Jan-1997
|
|
Text Size |
 |
 |
કોણ કોનું રહેશે ને કોણ કોનું બનશે, જીવનમાં એ તો, કોયડોને કોયડો રહેશે સહુ કોઈ હાથ ઉંચા કરી, જીવનમાં કહેશે, ગમશે પ્રભુને, એનું એ બનશે ને રહેશે ચાહે છે જીવનમાં સહુ તો, સહુ એનું બને ને રહે, અનુભવ તો સહુના જુદું કહેશે અપનાવવા સહુને, ને બનવા સહુના, કોઈ એમાં અચકાશે, કોઈ એમાં રાજી થાશે આસાન નથી, હરેક વાતમાં, મંજૂરી મેળવવી પ્રભુની, ના જલદી એ તો મળશે પ્રેમની બંસરીમાં જગ નાચે ને સાથે રહે, છે શંકા સહુમાં, પ્રેમ એનો ક્યાં સુધી ટકશે લાગ્યા જે બન્યા આપણા, ક્યાં સુધી બનીને આપણા રહેશે, ના એ કહી શકશે જ્યાં સુધી મન, વૃત્તિ ને વિચાર બદલાતા રહેશે, કાયમ ના કોઈ કોઈનું રહેશે લાગશે ઊકેલ્યો કોઈ કોયડો એમાં, નવો કોયડો તો ત્યાં, ઊભો તો થાશે હરેક વાતમાં, ના કોઈ કોઈની તો હા ભણશે, ના કોઈ કોઈનું તો રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|