Hymn No. 6582 | Date: 26-Jan-1997
|
|
Text Size |
 |
 |
શંકાઓની શેરીઓમાં ફરી ફરી, જીવનમાં તો, તારું વળશે રે શું શંકાઓને શંકાઓમાં હૈયું ઘેરાઈ, એમાંને એમાં એ તો ડૂબતું ને ડૂબતું ગયું વિશ્વાસની હૈયાંની હરીયાળીને, જીવનમાં એ વેરાન કરતું ને કરતું ગયું મન શંકાઓમાં જ્યાં ગૂંથાતું ગયું, અન્ય કામમાં ચિત્ત તો ના ચોટયું ડગલેને પગલે શંકા, જીવનમાં એ તો આડખીલીને આડખીલી નાંખતું રહ્યું જગાવી જગાવી શંકાઓ સહુમાં, સહુને પોતાથી તો દૂર કરતું રહ્યું એકલવાયોને એકલવાયો બનીને જીવનમાં, જીવન અરક્ષિત લાગતું રહ્યું હૈયાંમાં શંકા, નજરમાં શંકા, હર વાતમાં, શંકાને શંકાનું પ્રદર્શન થાતું રહ્યું ચાલી ના શકશે નાવ, શંકાના મહાસાગરમાં, શંકાનું મોજું નાવને ઊથલાવી ગયું કર ઊભો વિશ્વાસ એવો, ઝીલી શકે શંકાના મારને, જીવનમાં એ કરવું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|