Hymn No. 6591 | Date: 29-Jan-1997
|
|
Text Size |
 |
 |
ક્યાં એવું તો હતું, છે પાસે જે આજે, પહેલાં એવું તો ક્યાં હતું રૂપેરી સંધ્યા તો ખીલી, સૂચન એ તો રાત્રિના આગમનનું તો હતું લીધો કે મળ્યો, આશ્રય રાત્રિનો તો જ્યાં, સોનેરી પ્રભાત એનું ઊગ્યું ઊગ્યું સવાર જીવનમાં જ્યાં, દિવસના જંગનું તો એ, એલાન હતું સ્વસ્થતા ને સ્થિરતા જીવનની, તૈયારીનું એનું એ તો પ્રમાણ હતું જંગે જંગે, રૂપ જીવનનું એમાં, બદલાતુંને બદલાતું એ જાતું હતું જાણકારી કે જાણકારી વિના, એ જંગમાં સહુએ, ઊતરવું પડયું હતું રોજિંદી હારજિતનું એ પુરાણ હતું, નામ એનું તો જિંદગી હતું એ પુરાણ તો, પુરાણ આજ ભી ચાલું હતું, બચ્યું ના એમાં કોઈ હતું આજે છે જેવું, રહેશે કાલ શું એવું, જગમાં ના કોઈ કહી શક્યું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|