Hymn No. 6593 | Date: 29-Jan-1997
|
|
Text Size |
 |
 |
ખેડયો છે જંગ જીવનમાં જ્યાં, જોઈ લે તું ઊભો છે ક્યાં, બીજા ક્યાં ઊભા છે ખ્યાલમાં રાખી લે જીવનમાં, કોણ તારી સાથે રહેશે, ને કોણ શું કરશે મિત્રતાના દાવા ચકાસજે પૂરા, ના ગફલતમાં એમાં તો રહેવાનું છે હરેક વાતમાં હા ભણનારાને, સમજી ના લેજે મિત્ર તારા ધ્યાનમાં રાખવાનું છે ના એમાં કાંઈ થાકવાનું છે, સમજીને સદા, જાગૃત એમાં તો રહેવાનું છે જ્યાં જંગ ખેડયો છે, ના એ રોકાવાનો છે, ના એમાં ગભરાવાનું છે તારા સાથીદારો રહે તારી સાથ ને સાથે, સદા ધ્યાનમાં એ રાખવાનું છે જંગ એ તો જંગ છે, ચૂકીશ જો એમાં, જિતનું હારમાં પરિર્તન થાવાનું છે એલાન થયા વિનાનો આ જંગ છે, ચાહે ના ચાહે, લડવો પડવાનો છે ખેલવા તો છે જંગ જ્યાં, જિત કે હાર એમાં તો મળવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|