અમારું એ અમારું, તમારું એ તમારું, ભૂલો જીવનમાં એને બનાવીને એને આપણું
એક બનીને મિટાવો જુદાઈ, કરો છો ઊભી પાછી શાને જુદાઈ, કહીને અમારું એ અમારું
છે પગ બંને એક શરીરના, કહું ભલે એને હું, ડાબું કે કહું એને જમણું
બની ગયાં જ્યાં એ, એક અંગ શરીરના, થાય દર્દ કોઈમાં, દર્દ એકસરખું થવાનું
મારાને તારામાંથી કાઢી ના ફુરસદ, બનશે મુશ્કેલ જીવનમાં ત્યાં તો એક થવાનું
બની ના શક્યા એક, જીવનમાં તો રહીને સાથે, એક એને તો, ક્યાંથી ગણવાનું
મારા તારાની વિચારધારા તો, જીવનમાં તો, એક તો નથી બનવા દેવાનું
બન્યું જ્યાં હૈયું, એક તો જ્યાં, દર્દ અને જીવન, એક થાવાનું ને એક રહેવાનું
પ્રેમ અને ભાવ, બન્યા એક જ્યાં જીવનમાં, ત્યાં ભૂત જુદાઈનું ઊભું નથી થવાનું
આત્માની એક્તા છે, પગથિયું પહેલું, પ્રભુ સાથે એક બનવાનું ને એક થવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)