છે દિલ ભલે તો અમારું, છે તસવીર એમાં તો, તમારીને તમારી
નીકળે છે હોઠમાંથી ભલે શબ્દો, બોલે છે એ કહાની, તમારીને તમારી
તનડું છે ભલે પાસે અમારી, ધડકનમાં તો છે ગુંજન, તમારું ને તમારું
કરીએ વિચારો ઘણા ભલે અમે, આવે છે વિચારો ઝાઝા, તમારાને તમારા
હૈયાંને પ્રિય બન્યા છે શબ્દો, શબ્દોમાં નામ તો છે, તમારું ને તમારું
ચાહે છે દિલ સંગાથ તો જીવનમાં, સંગાથ તો જીવનમાં તો, તમારોને તમારો
ગમે છે દિલને છુપાવું એવા દિલમાં, ગોતે છે એ તો ખૂણો હૈયાંનો, તમારોને તમારો
રહે છે આતુર તો નયનો જીવનમાં, કરવાને તો દર્શન તમારાને તમારા
ચાહે છે હૈયું તો સદા, માગે છે જીવનમાં સદા તો પ્યાર, તમારોને તમારો
ચાહે છે અંત જીવન એનો તો સદા જગમાં ચરણમાં તો, તમારાને તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)