છીએ અમે ભૂલોના ભંડાર, ઓ સર્જનહાર, અમારી ભૂલોને માફ કરજે
દિન રાત રહે છે ચિંતાનો ભાર, ઓ સર્જનહાર, ચિંતાઓ અમારી હરી લેજે
હૈયાંમાં ભાવો જગાડનાર, ઓ સર્જનહાર અમારા ભાવોનું રક્ષણ કરજે
જીવનમાં અમને સાચી રાહ બતાવનાર, ઓ સર્જનહાર સાચી રાહ ઉપર રાખજે
સુખદુઃખમાં તો સદા સાથ રહેનાર, ઓ સર્જનહાર, સુખદુઃખમાં સાથે રહેજે
હૈયાંમાં તો મારા સદા વસનાર, ઓ સર્જનહાર હૈયાંમાં સદા તું વાસ કરજે
પ્રેમભરી નજરથી સદા મને જોનાર, ઓ સર્જનહાર, પ્રેમથી સદા મને તું જોજે
કરતો રહ્યો છે પાલન મારું પાલનહાર, ઓ સર્જનહાર પાલન મારું તું તો કરજે
યાદ સદા તું તો આવે, યાદ કરનાર ઓ સર્જનહાર, યાદ સદા મને તું રાખજે
કરે છે સદા રક્ષણ તું તો મારું, રક્ષણહાર, ઓ સર્જનહાર, રક્ષણ સદા તું મારું કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)