Hymn No. 6609 | Date: 08-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-08
1997-02-08
1997-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16596
ધરતી એની એજ રહી છે, રહી છે, જુદા જુદા જમાનાને જોતી
ધરતી એની એજ રહી છે, રહી છે, જુદા જુદા જમાનાને જોતી કંઈક સૂકી નદીઓને, જોઈ હતી એણે, ખળખળ વહેતીને વહેતી ભરત રામના બંધુપ્રેમ જોયા, કંઈક બંધુઓને જોયા, કોર્ટ કચેરીના પગથિયાં ચડતા માનવજાતની જોઈ એણે સ્થિતિ, મૂઠ્ઠી ભર અનાજ કાજે, લડતીને ઝઘડતી જોયા એણે આ ધરતી પર, કંઈકને સંકુચિતતામાં રાચતા ને કંઈક મોટા મનના માનવ માનવ માનવને રહેંસતા જોયા, રહ્યા કંઈક માનવને માનવ તો ઉગારતા કંઈક મહેલમહેલાતો ઊભી થાતી જોઈ, કંઈક ખંડિત થાતા એ રહી જોતી એના એજ ચંદ્ર સૂરજને ઊગતા અને આથમતા, રહી સદા એ તો જોતી સાગરના જળના મોજાને ઊછળતા સદા એણે જોયા, એના કિનારે રહ્યાં કરતા મસ્તી ઊંચે ઊંચે આભમાં, રહી અનેક તારલિયાઓને ટમટમતા સદા તો નીરખતી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharati eni ej rahi chhe, rahi chhe, juda juda jamanane joti
kaik suki nadione, joi hati ene, khalakhala vahetine vaheti
bharata ramana bandhuprema joya, kaik bandhuone joya, korta kacherina pagathiyam chadata
manavajatani joi ene sthiti, muththi bhaar anaja kaje, ladatine jaghadati
joya ene a dharati para, kamikane sankuchitatamam rachata ne kaik mota mann na manav
manav manav ne rahensata joya, rahya kaik manav ne manav to ugarata
kaik mahelamahelato ubhi thati joi, kaik khandita thaata e rahi joti
ena ej chandra surajane ugata ane athamata, rahi saad e to joti
sagarana jalana mojane uchhalata saad ene joya, ena kinare rahyam karta masti
unche unche abhamam, rahi anek taraliyaone tamatamata saad to nirakhati
|