Hymn No. 171 | Date: 11-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-11
1985-07-11
1985-07-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1660
રંગે રંગે વિવિધ રંગે, રંગાયા છે સર્વે આ જગમાં
રંગે રંગે વિવિધ રંગે, રંગાયા છે સર્વે આ જગમાં કોઈને ચડયો કૃષ્ણનો રંગ, કોઈ રામ રંગે રંગાયા કોઈ શ્રીજી રંગે રંગાયા, કોઈ સ્વામીનારાયણમાં ભીંજાયા કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ જરયુષ્તના રંગે રંગાયા સર્વે પોતાના રંગ સમજ્યા, છે એ બીજાથી સવાયા ભૂલ્યા છે એ દિશા, સર્વ રંગ છે સફેદમાં સમાયા વિવિધ લાકડી બળતી તોય જ્યોતમાં ફરક નથી ક્યાંય દેખાયા જ્યોત જલી જ્યાં જ્યાં જગમાં, એમાં ભેદ નથી ક્યાંય દેખાયા બીજાના રંગ છે કાચા, પોતાના જ રંગ છે બહુ સાચા ખોટા વિચારોની કરી દીવાલો, એની સાથે સહુ ટકરાયા રંગે રંગે રંગાઈ, સાચા રંગે છે જે સદા રંગાયા એની દૃષ્ટિમાંથી, કર્ત્તાની કૃપાથી, ભેદ છે ભુંસાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
range range vividh range, rangaya che sarve a jag maa
koine chadyo krishnano ranga, koi ram range rangaya
koi shriji range rangaya, koi svaminarayanamam bhinjay
koi buddha, koi mahavira, koi jarayushtana range rangaya
sarve potaana rang samajya, che e bijathi savaya
bhulya che e disha, sarva rang che saphedamam samay
vividh lakadi balati toya jyotamam pharaka nathi kyaaya dekhaay
jyot jali jya jyam jagamam, ema bhed nathi kyaaya dekhaay
beej na rang che kacha, potaana j rang che bahu saacha
khota vicharoni kari divalo, eni saathe sahu takaraya
range range rangai, saacha range che je saad rangaya
eni drishtimanthi, karttani kripathi, bhed che bhunsaya
|