ના હું કોઈ કામમાં છું, ના હું કોઈ આરામમાં છું
હું તો મારા, એકાકારના અસ્તિત્વની ધમાલમાં છું
ના હું કોઈ ઈર્ષ્યામાં ડૂબ્યો છું, ના હું વેરમાં ડૂબ્યો છું
હું તો મારાને મારા, પ્યારના અસ્તિત્વની ધમાલમાં છું
ના હું કોઈ સ્વાર્થમાં, ના હું કોઈ એવા તો લોભમાં છું
હું તો મારાને મારા, પ્રભુના મિલનના અસ્તિત્વની ધમાલમાં છું
ના હું કાંઈ કદરૂપો છું, ના હું કાંઈ એવો સુંદર છું
હું તો મારા પ્રભુ કાજેની યોગ્યતાના અસ્તિત્વની ધમાલમાં છું
ના હું કાંઈ શંકામાં છું, ના હું કાંઈ શંકારહિત તો છું
હું તો મારા વિશ્વાસના આશના અસ્તિત્વની ધમાલમાં છું
ના હું કાંઈ અંધારામાં ડૂબ્યો છું, ના અજવાળું પામ્યો છું
હું તો મારાને મારા પૂર્ણ અજવાળાના અસ્તિત્વની ધમાલમાં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)