Hymn No. 6641 | Date: 22-Feb-1997
|
|
Text Size |
 |
 |
મારા અંતરની એ ધારા, નીકળી બહાર, લાગી વહેવા, છોડી એના તો કિનારા લાગી એ તો વહેવાને વહેવા, બની કદી પ્રેમની ધારા, બની કદી એ ધગધગતી જ્વાળા રહી રહીને અંતરમાંને અંતરમાં, હતી એ શોધતી કારણ, નીકળી બહાર વહેવાને હતા સંસર્ગ અંતરમાં, જેવા જેની સાથે, બની એવી એ, શીતળ કે ઉષ્મ ધારા રહી ના શકી છૂપી જ્યાં એ અંતરમાં, લાગી વહેવા બહાર, બનીને એ તો ધારા ભારે પડયું જાળવવુંને જાળવવું એને, અંતરમાંને અંતરમાં, લાગી વહેવા બનીને ધારા નાંખ્યો અચરજમાં તો મને, હતી છૂપી એ મારાથી અજાણ, અંતરની તો એ ધારા ખેંચી ગઈ મને એ એની સાથેને સાથે, ગઈ વહેતી જ્યાં જ્યાં એ તો ધારા આવ્યા પરિણામ કદી સારા, કદી ખોટા, અટકી ના તોયે એ, અંતરની ધારા ગઈ, ગઈ જ્યાં જ્યાં એ તો વહેતી, ઊભા કર્યા એણે તો ત્યાં એના રે કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|