ઓ.. નયનોમાં નીર ના સમાણાં, તારી યાદના, હૈયાંમાં ફૂટયા જ્યાં ઝરણાં
ચાહીએ છીએ જીવનમાં અમે તો, ધસી આવો તમે ઝીલવા એની રે ધારા
પ્રેમ ગણો કે વિરહ ગણો એને તમે, એવી હાલતના રચાયા છે એના કિનારા
ગણી ના લેતા એને મોતી તમારા, પહોંચાડવાં છે એને, ચરણમાં તો તમારા
હોય હાજરી કે હોય ગેરહાજરી તમારી, છે આંસું એ તો સેતુ તો અમારા
જોઈ જોઈને મોતી એ અમારા, ચમકાવજો ના એને, ઉમેરી એમાં તેજ તમારા
ગણશો ના એને તેજ વિહીન તમે, છે એમાં તો ભળેલાં, તમારી યાદના ચમકારા
હરેક મોતી તો છે એ હૈયાંના અમારા, છે એ અણમોલ ને અમને તો પ્યારા
એવા હૈયાંના અણમોલ મોતીને અમારા, મારતાના વિરહના ડંખ તો તમારા
સચવાય તો લેજો સાચવી એને, મૂકશો ના રખડતા એને, સાચવી રાખજો હૈયાંમાં તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)