કોણ ઊભું છે જો જરા, તારા જીવનના તો આંગણિયે, રાહ જોઈને તો તારી
કંઈક આશાઓ, પહેરીને રૂપેરી સાડી, જોઈ રહી છે જીવનમાં, રાહ એ તો તારી
સફળતા લઈને ફૂલહાર તો હાથમાં, જોઈ રહી છે જીવનમાં, રાહ એ તો તારી
પહોંચવાનું છે પાસે એની તો તારે, કરીને જીવનમાં એની તો પૂરી તો તૈયારી
પ્યાર ઊભો છે આતુર પ્રેમભર્યા તો નયને, જોઈ રહ્યો છે જીવનમાં રાહ એ તો તારી
પ્યારભર્યો સંતોષ છે ઊભો, થનગનતા પગે, જીવનમાં જોઈ રહ્યો છે રાહ એ તો તારી
વિશ્વાસ ઊભો છે અપનાવે ક્યારે તું જીવનમાં, જીવનમાં જોઈ રહ્યો છે રાહ એ તો તારી
યશ તો લઈ ઊભો છે પહેરાવવા માળા તો એની, જીવનમાં જોઈ રહ્યો છે રાહ તો એની
સંયમ તો છે ઊભો, અપનાવે ક્યારે એને જીવનમાં, જીવનમાં જોઈ રહ્યો છે રાહ એ તો તારી
મુક્તિ જોઈ રહી છે પ્યારભર્યા નયને, જોઈ રહી છે રાહ તારી, પડે નજર ક્યારે એના પર તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)