Hymn No. 6662 | Date: 06-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-06
1997-03-06
1997-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16649
જગ નિયંતા સદા રત રહેતા જગના કલ્યાણના ધ્યાનધરી - ઓમ નમઃશિવાય
જગ નિયંતા સદા રત રહેતા જગના કલ્યાણના ધ્યાનધરી - ઓમ નમઃશિવાય જગના વિચારોમાં ફેલાયેલી જટા તારી, છુપાઈ જ્ઞાનગંગા એમાં તારી - ઓમ... છો તમે અનોખા સંસારધારી, અડગ પ્રેમમૂર્તિ પાર્વતી છે અર્ધાંગીની તમારી - ઓમ... તમારા એક સંતાન છે જગમાં વિખ્યાત, ગજાનન ગણપતિ મંગળકારી - ઓમ... ઇચ્છાઓ ને કામનાઓની કરી ભસ્મ, અંગે લગાવી ભસ્મ એની ભસ્મધારી - ઓમ... વિરોધી વૃત્તિઓને નાથી, રાખી એક છત્ર નીચે તમે તો તમારી - ઓમ... મોર ભક્ષક સાપને, સાપ ઉંદરનો, રહ્યાં સંપીને એક છત્ર નીચે તમારી - ઓમ... ભૂત, ભવિષ્ય, વર્તમાનને જાણનારા, કરી ત્રિપુંડ મસ્તકે એનું ત્રિપુંડ ધારી - ઓમ... ના કોઈ મહેલ કે ઝૂંપડી તમારી, રહ્યાં છે આધ્યશક્તિ, સાથે બની અર્ધાંગિની તમારી - ઓમ... જગની સર્વે કળાઓ જાણનાર, કરે જગની સર્વે કળાઓમાં, તો સેવા તમારી - ઓમ... મનની શંકાઓ ઇચ્છાઓમાં ભમે, કરે ના હૈરાન તમને, ફરે આસપાસ તમારી - ઓમ... વિકરાળ વ્યાઘ્ર વૃત્તિઓનું વિંટોળી વ્યાઘ્રચર્મ શરીરે, અને વ્યાઘ્રચર્મધારી - ઓમ... છે હૈયું નીખાલસ, વરદાન દેવા સદા રાજી, ઓ પરમ વરદાન દાતા - ઓમ... આધી વ્યાધિ ઉપાધિ રૂપી ત્રિશૂળને રાખ્યું હાથમાં, ઓ ત્રિશૂળધારી - ઓમ... ત્રણે કાળને જાણનારા, ત્રણે કાળને નાથનારા ઓ ત્રિનેત્રધારી - ઓમ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaag niyanta saad raat raheta jag na kalyanana dhyanadhari - oma namahshivaya
jag na vicharomam phelayeli jaat tari, chhupai jnanaganga ema taari - oma...
chho tame anokha sansaradhari, adaga premamurti parvati che ardhangini tamaari - oma...
tamara ek santana che jag maa vikhyata, gajanana ganapati mangalakari - oma...
ichchhao ne kamanaoni kari bhasma, ange lagavi bhasma eni bhasmadhari - oma...
virodhi vrittione nathi, rakhi ek chhatra niche tame to tamaari - oma...
mora bhakshaka sapane, sapa undarano, rahyam sampine ek chhatra niche tamaari - oma...
bhuta, bhavishya, vartamanane jananara, kari tripunda mastake enu tripunda dhari - oma...
na koi mahela ke jumpadi tamari, rahyam che adhyashakti, saathe bani ardhangini tamaari - oma...
jag ni sarve kalao jananara, kare jag ni sarve kalaomam, to seva tamaari - oma...
manani shankao ichchhaomam bhame, kare na hairana tamane, phare aaspas tamaari - oma...
vikarala vyaghra vrittionum vintoli vyaghracharma sharire, ane vyaghracharmadhari - oma...
che haiyu nikhalasa, varadana deva saad raji, o parama varadana daata - oma...
adhi vyadhi upadhi rupi trishulane rakhyu hathamam, o trishuladhari - oma...
trane kalane jananara, trane kalane nathanara o trinetradhari - oma...
|