Hymn No. 6663 | Date: 06-Mar-1997
|
|
Text Size |
 |
 |
લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી
Lakh Koshisho Banavish Nakamiyab Tamari, Jigar Maru Gayu Che Tamne Jani
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી જગની લાખ ઝંઝટોએ રોક્યા છે પગ મારા, કર્યો છે નિર્ધાર પહોંચવું છે પાસે તમારી હર હાલતમાં રમે છે આંખ સામે તસવીર તમારી, એમાં છે છુપાઈ પ્રેરણા તમારી મહોબતભરી નિગાહ તમારી, છે પ્રેરણા અમારી, એ પ્રેરણાને બનાવીશ જ્યોત મારી પડશે તોડવી જીવનમાં તો મારે, રચાઈ હશે દીવાલો જે, મારીને વચ્ચે તો તમારી દૃષ્ટિ સામે રમે નિત્ય તસવીર તમારી, જોઈશ જીવનમાં, દે ના કોઈ એને હલાવી વિશુદ્ધતાની વાટે, ચાલીશ જીવનમાં જ્યાં, રહેશે ના અંતર મારીને વચ્ચે તમારી હરપળે ને હર શ્વાસે, રટીશ નામ જ્યાં તમારું, ક્યાંથી શકશો હટાવી નજરોમાંથી તમારી વહાવીશ હૈયાંમાંથી શુદ્ધ પ્રેમની તો ધારા, દઈશ વહાવી ચરણોમાં એને તમારી શ્વાસેશ્વાસમાંથી બોલશે વિશ્વાસ મારા, રાખી ના શકશો દૂર મને તો તમારાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|