Hymn No. 6666 | Date: 08-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-08
1997-03-08
1997-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16653
રહ્યાં કરતાને કરતા જગમાં એવું, અમે અમારી કેદના કેદી બની ગયા
રહ્યાં કરતાને કરતા જગમાં એવું, અમે અમારી કેદના કેદી બની ગયા ફેલાવી જાળ પકડવા જગમાં અન્યને, અમે અમારી જાળમાં તો ફસાઈ ગયા ગયા પહેરાવવા કાંટાળો તાજ અન્યને, ખુદ કાંટાળો તાજ તો પહેરી બેઠા કરવા ગયા ફરિયાદ અન્યની જીવનમાં, ખુદની ફરિયાદ તો ત્યાં કરી બેઠા કરવા હતા શિકાર અન્યના જીવનમાં, સંજોગના શિકાર ખુદ બની ગયા અન્યના જીવન પર અમે હસી પડયા, ખુદની જિંદગી હાસ્યસ્પદ બનાવી બેઠા અન્યના જીવનની ટીકા કરતા રહ્યાં, ખુદનું જીવન ટીકાસ્પદ બનાવી બેઠા પામવા ગયા પ્રેમ પ્રભુનો જીવનમાં, જીવનમાં પ્રભુના પ્રેમી તો બની ગયા મારવા ગયા ઠોકરો અન્યના જીવનને, જીવનમાં કિસ્મતની ઠોકરો પામતા ગયા સમજાવવા ગયા અન્યને જીવનમાં, અન્યનું જીવન ઘણું ઘણું સમજાવી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam karatane karta jag maa evum, ame amari kedana kedi bani gaya
phelavi jal pakadava jag maa anyane, ame amari jalamam to phasai gaya
gaya paheravava kantalo taja anyane, khuda kantalo taja to paheri betha
karva gaya phariyaad anya ni jivanamam, khudani phariyaad to tya kari betha
karva hata shikara anyana jivanamam, sanjogana shikara khuda bani gaya
anyana jivan paar ame hasi padaya, khudani jindagi hasyaspada banavi betha
anyana jivanani tika karta rahyam, khudanum jivan tikaspada banavi betha
paamva gaya prem prabhu no jivanamam, jivanamam prabhu na premi to bani gaya
marava gaya thokaro anyana jivanane, jivanamam kismatani thokaro paamta gaya
samajavava gaya anyane jivanamam, anyanum jivan ghanu ghanum samajavi gaya
|
|