રાહ જોવી પડશે જીવનમાં, પડશે રાહ એની તો જોવી
સમજાશે ના તો જીવનમાં, પડશે જોવી રાહ, ક્યારે કોની ને શાની
જીવનમાં જોઈ રહ્યાં છે સહુ તો રાહ, જોશે ના સમય રાહ જગમાં કોઈની
ગુમાવ્યા સંજોગો જીવનમાં જેણે, પડશે જોવી રાહ, જીવનમાં એણે તો એની
ગુમાવશો જીવનમાં જે જે, મેળવવા તો એને, પડશે રાહ જોવી તો એની
ગુમાવશો જીવનમાં જ્યાં કાબૂ, મેળવવા પાછો એને, પડશે જોવી રાહ એની
કહેવા ચાહે જીવનમાં કોઈને ઘણું, કહેવું જીવનમાં તો ક્યારે એને એની
સમજવા કે ના સમજવા જીવનમાં એ, સમજવાને ને સમજાવવાને રાહે એની
ઉતાવળે પાકે ના કાંઈ આંબા જગમાં, જીવનમાં તો રાહ તો એની
હશે બગડયા સબંધો જગમાં જેની સાથે, સુધારવા પાછા એને રાહ એની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)